પૃષ્ઠ:Samarangan.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘જોરારનો’
7
 


નદીકાંઠે અવરજવર ઓછો હતો. બન્ને કપડાં ચોળવા-મસળવામાં તેમજ વાતોમાં મશગૂલ હતી.

એકાએક બન્નેએ હસાહસ અને ખીખીઆટા સાંભળ્યા. પાછળ નજર કરી. દૂર દૂર દસ ઘોડેસવાર ચાલ્યા જતા હતા.

જૂથમાંથી આગલા બે જણ થોડા આગળ હતા. તેમાંના એકનો ઘોડો નાચકણી ચાલ કાઢતો, ચારેય દિશામાં ડાબલા અને ગરદન ઉછાળતો હતો. એને કસકસીને ઝાલતો અસવાર દાંત કાઢતો હતો. બાજુમાં પોતાનો ઘોડો જરાક પાછળ રાખીને ચાલ્યો આવતો સવાર આ સાથીના હાસ્યમાં શામિલ નહોતો થયો. એનું મોં નીચે ઢળેલું હતું. એણે એકાદ બે વાર પાછળ નજર નાખી લીધી હતી.

પાછળ ચાલ્યા આવતા આઠ બીજા ભાલાધારી ઘોડેસવારો પાછળ નજર નહોતા કરતા. તેમણે શરમાઈને મોં બીજી દિશામાં વાળી દીધાં હતાં.

સાંજનો પવન નદીઢાળો હતો. દસેય ઘોડેસવારો પવનની ઉપરવાસ હતા. ઘણી વાર બોલનારાઓ ઘણા દૂર હોય તે છતાં શબ્દો સ્પષ્ટ વીણી શકાય તેવા સંભળાય છે. પવનના પરમાણુઓ કેટલીકવાર અસલ બોલાતા બોલને વધુ બુલંદ બનાવે છે. શબ્દો ઊડતાં પક્ષીનું રૂપ પામે છે. છોકરાને પાછળથી ધવરાવતી ધવરાવતી કપડાં ધોતી અને આ ચાલ્યા જતા ઘોડેસવારોને જોવા થંભેલી એ આધેડ બાઈના કાન પર ખિલખિલ હાસ્ય ખખડાવતા પાંચ જ શબ્દો પહોંચ્યા :

“હિ જોરાર કિન્જા ઘરજિ હુંદી ?”

“હિ જોરારજો કેર !”

“કેર આય હિ જોરારજો !”

“મા !” સાથી સ્ત્રીએ કહ્યું : “બાપુસાહેબ તો નહિ ? ને હારે છે ઈ તો મારા વજીરબાપુ જ.”

બાઈએ ડોકું હલાવ્યું. એણે તો ઘોડેસવારોને ક્યારના ઓળખી લીધા હતા. હવે તો એ શબ્દોને પકડી રહી હતી : ‘જોરારજો ! હિ