પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
198
સમરાંગણ
 

 અમારા કરમની કઠણાઈ, બીજા કોને દોષ દેવો ? હવે તો અમારી ચામડી ઊતરડીને મોજડિયું સિવડાવો એટલે અમારી સદ્‌ગતિ તો થાય !”

લોમા ખુમાણની આંખમાં આ કહેતાં આંસુની ધારા નીકળી પડી.

રાવ ભારાએ વચ્ચે ઝુકાવ્યું : “એક વાત તો આ હતી, લોમાભાઈ, કે જીત થયા બાદ સૌ સંપીજંપીને રહીએ તેવો કાંઈ તોડ ?”

“તોડ વળી શેનો મહારાવ !" લોમાએ કહ્યું : “લાવો દોત કલમ ને કાગળ, કોરે પાને સહી કરી દઈએ, કે જામ અમારો મુગટમણિ, અમે એનાં ચરણુંમાં.”

રાવ ભારાએ સતા જામ પ્રત્યે ફરીને કહ્યું : “ઉગ્રભાગી છે, બાપા ! આવા મનમેળવાળી હાલાર : અને સોરઠસૂબા દૌલતખાન સાબની પણ આવી સલૂકાઈ. સોરઠ બીજી મેવાડ શા માટે ન બને?”

“અરે, બાપા !” લોમાએ આગળ પડીને કહ્યું : “ગુજરાત બાપડી સોરઠને આંગણે દૂઝણી ગાવડી બનીને બંધાય એટલી હામ ભરી છે મારી બુઢ્‌ઢી છાતીમાં. પણ હું ભણું કેને ? મારી ઉમેદું તો મનમાં ને મનમાં સમાઈ જઈને સસડે છે. જો મારો જામ માની જાય ને !”

“આપણે આડી વાતે ઊતરી ગયા.” જેસા વજીરથી હવે ન રહેવાયું : “મુદ્દાની વાત એક જ છે. મુઝફ્ફરશા અને એનાં બાળબચ્ચાં આપણાં આશરાવાસી છે. એને પાદશાહ આપણો આશરો ન છોડાવે, તેટલા પૂરતી જ આપણી લડત છે. ગુજરાતને જીતવાની વાત ન કરીએ, પાદશા મર ગુજરાતમાં સુખે રે’તો, આપણે આંહીં સુખે રહીએ. મઝફ્ફરનો હક્ક ગુજરાતને માટે મરી છૂટવાનો છે, એની વચ્ચે આપણે ન આવીએ, ને મુઝફ્ફર આપણે ઘેર રોટલો ખાય, એનાં બાળબચ્ચાંની સાથે રહી જાય એની પાદશા ના ન પાડે : બસ, આટલી જ વાત ચોખ્ખી રાખીએ.”

“વજીરની નજર ગોટવાઈ ગઈ છે.” સતાજી જામે જાહેર કર્યું : “હું હવે લપછપ કરીને કંટાળ્યો છું. જામ જુદ્ધે ચડશે, તે એક જ સંકલ્પ રાખીને : નવસોરઠને એક જ છત્રની આણ હેઠળ લાવવી. સખીઆત