પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘રહીમ ! રહીમ !’
199
 


“રાજવીઓ, તમારો ચોખ્ખો મત કહી દિયો. પેટમાં પાપ રાખશો નહિ.”

“જામનો મત એ જ મારો મત.” લોમા ખુમાણે કહ્યું.

“હું જામનો ચાકર છું.” દૌલતખાને જાહેર કર્યું.

“કચ્છ-ભુજ તો જામની જનેતા છે. જામ અમારા ઉંડળમાં [ખોળામાં].”

“તમે પણ બોલો, સંગ્રામ વાઘેર.” રાવ ભારાએ આંખો મીંચીને હાથમાં માળા ઝાલી બેઠેલા દ્વારકારાજને હડબડાવ્યા.

“મેં કહ્યું ને, કે હું બીજું કાંઈ સમજતો નથી; મુઝફ્ફરશાનાં બાળબચ્ચાંને હું ઓખાના ચાર સીમાડા વચ્ચે ઊનો વા નહિ વાવા દઉં.”

“ઊઠીએ ત્યારે. ઝટ સાબદાઈમાં રહીએ.”

દાયરો ઊભો થયો, ને સૌની પાછળ જેસા વજીર એકલા ખસિયાણે ચહેરે ચાલ્યા ગયા.



29
‘રહીમ ! રહીમ !’

નાજના પોઠિયાની વણઝાર હાંકીને વજીર-ઘરના વાવડ પૂછતો એ આદમી છેક ડેલીમાં આવ્યો ત્યાં સુધી કુંવર અજાજીએ એને પિછાન્યો નહિ. હશે કોઈ સખીઆત રજવાડીમાંથી અનાજની મદદ લાવનાર.

માલને અજવાળે ભરતિયું આપવા એ વણઝારો નજીક આવ્યો અને એણે અજાજીની સામે સ્મિતભરી નજર નોંધી.

“ઓહો,” કુંવરે એને જોઈને કહ્યું : “આંહીં નહિ, અંદરના કોઠારમાં નખાવીએ અનાજ. થોભો હમણાં, કોઈ ઠાલવશો નહિ પોઠ્યું. ચાલો કોઠાર જોઈ લઈએ."

વણઝારાએ બુકાની છોડી ત્યારે એના જુવાન મોં પર બુઢાપાએ