પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
200
સમરાંગણ
 

 ઓચિંતો હુમલો કરેલો દેખાયો. નાની-શી દાઢી અરધીપરધી તો સફેદ રંગ પકડી બેઠી છે. આંખોનાં પાણી-તળ ઊંડે ઊતર્યા છે. ગાલમાં કોતરો પડ્યાં છે.

અજા કુંવરે એકાંતે લઈ જઈને એ ધૂળભર્યા ભાઈબંધને બાથ ભરી લીધી ને પૂછ્યું : “આ શું થઈ ગયું ? છ જ મહિના પહેલાં ગોંડળને ગઢે તો બદન ભરેલું દેખેલું.”

“એહમદાવાદ હાથવેંતમાંથી ગયું. મારો સમય હવે પલટો ખાય છે, ભાઈ. એ બધી વાતો પછી કરશું. જલદી આ પોઠો ભરોસાનાં માણસોને ભળાવો. અંદર એકલા દાણા જ નથી. આ વખતે તકદીરે જોર નથી કર્યું, દોસ્ત ! પણ મારી છેલ્લામાં છેલ્લી તમામ દૌલત ઉઠાવી લાવ્યો છું.”

“હું બંદોબસ્ત કરું છું. આપ અંદર જનાનામાં પધારો.”

“એ બિચારી ચમકશે. ખડા રહો. હું કાંઈક નિશાની મોકલું.”

વજીર-મેડી પર સૂતેલા બાળકનું પારણું હીંચોળતી-હીંચોળતી કુરાન પઢતી એક જુવાન ઓરત બેઠી હતી. એને નિશાની પહોંચી, તે પછી થોડી જ વારે મેડી ઉપર એ વણઝારા વેશધારી મુઝફ્ફરશા પોતાના સૂતેલા બાળકને ગાલે ચૂમી ચોડતો હતો ને બીબી એના ગુસલની તૈયારી કરતી હતી. ગુસલ કરીને એ નીચે ઊતર્યો. પાછલી રાત્રે બેઉ દોસ્તોએ એકબીજાની હકીકતો ઠાલવી.

“વજીર સાહબ ક્યાં છે?” એણે પૂછ્યું : “મારા કિસ્મતમાં એમના દીદાર જ કેમ માંડ્યા નથી ?”

“ફોજ એકત્ર કરવા ગામેગામ ફરે છે.”

“આપના દફેદાર ?”

“હડિયાણે ફોજનો બંદોબસ્ત સાચવે છે.”

“હવે, ખુલ્લા દિલની એક વાત પૂછું ? હું એ માટે જ છેક આંહીં સુધી વણઝારાવેશે આવ્યો છું. મારી પાછળ ફોજ આવે છે એ પણ મુકરર છે; આંહીં શા હાલ છે ? હું હજુ ય બાકીની રાતમાં નગરના