પૃષ્ઠ:Samarangan.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરાપુરાનો સાથ
217
 

તારા ધણીનું નામ નાગડો વજીર છે. એનો બાપ આ તારી સન્મુખ ઊભો : કાલ નાગડાનું ગામતરું થાય, તો મારી આજ્ઞાથી નવ મહિના જીવજે. ને પછી જીવવા-મરવાનું તારા મનને પૂછજે. મારા વેલાને ઉખેડીને નાખી દેતી નહિ. વધુ કહેવાનો વખત નથી. લે બેટા, જીવ્યામૂઆના જુવાર છે.”



32
સુરાપુરાનો સાથ

“એક પહોર તો લડાઈ ચાલી ચૂકી હશે.”

“કહેવાય નહિ. લડાઈ મુદ્દલેય ન ચાલી હોય. સૂબો સુલેહ માગે તેવા જ બધા સંજોગો છે. એનું લાવલશ્કર થોડું છે, ને એની હામ ભાંગી જાય તેવી આપણી સમદર-ફોજ છે.”

“કાસદ હવે તો આવવો જોઈએ.”

"સીમાડે ખેપટ ઊડે છે.”

મુઝફ્ફર અને અજોજી નગરના ઊંચામાં ઊંચા સ્થાન પર બેઠાબેઠા યુદ્ધના સમાચારની વાટ જોતા હતા. શ્રાવણ વદ સાતમ ને બુધવારનો બીજો પહોર ચડતો હતો. ચકલાં ને કાગડાં પોતાની ભીંજાએલી પાંખો સૂકવતાં-સૂકવતાં નવી પેદા થયેલી જીવાતને ચણતાં હતાં.

“અસવાર એકલો નથી. દસેક જણ લાગે છે.” અજાજીએ કેડા ઉપર ઝીણી નજર કરીને કહ્યું.

“પાદશાહી ફોજ તો ન હોય ?” મુઝફ્ફરને વહેમ પડ્યો.

અજાજીએ બંદુકના સૂચક ભડાકા કરીને નગરનો દરવાજો બીડી, દેવા હુકમ આપ્યો, સૈનિકોને રણભેરી બજાવીને ચેતાવી દીધા ને પોતે ગઢના બુરજ પર જઈ મોરચામાંથી જોતા ઊભા. ઘોડેસવારો વધુ નજીક