પૃષ્ઠ:Samarangan.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
222
સમરાંગણ
 

 ઝબાઝબ : ઝબાઝબ : ઝબાઝબ :

એ અવાજો ને હાકલા પડકારા વચ્ચેથી, અજો, નાગડો ને જેસો વજીર, ત્રણેય સૌથી મોખરે ઝૂઝતા હતા.

અજમાલિયો અલંગે
લાયો લાખાહાર ધણી
દંતશૂળ પગ દે
અંબાડી હણિયા અહર.

અજાએ ને નાગડાએ ઘોડા ઠેકાવી ઠેકાવીને મુગલ ફોજના હાથીઓને માથે ટેકવ્યા. અજાજીએ તો હાથીનાં દંતૂશળ પર પગ ટેકવી ટેકવીને ઊંચા થઈ મુગલ સરદારોનાં માથાં ઉડાવ્યાં. નાગડાનો ઘોડો કપાઈ ગયો. પહાડ જેટલા કદાવર નાગડાએ પગપાળા થઈને હાથીની અંબાડી સુધી તેગ પહોંચાડી. કોકતલાશથી બીજી પદવીના સરદારને, જેમ કોઈ પાકલ કેરીને વાંસડાની ઝોળીથી ઉતારી લ્યે તેમ તેગની પીછીથી ઉતારી ધૂળ ચાટતો કર્યો. આખરે એની તેગ પડી ગઈ. એ હાથની મુક્કાબાજી રમી હાહાકાર બોલાવતો ઘૂમ્યો અને પછી એ પડ્યો.

ભૂચર મોરી ! ધુંવાધાર ભૂચર મોરી !

*

વદ સાતમ ને બુધવારનો સૂરજ આથમી ગયો ત્યારે ધ્રોળના પાદરમાં મુગલ નેજો ફરકતો હતો. લોમા ખુમાણે અને દૌલત ગોરીએ દોસ્તોનાં શોણિતમાં ઝંડાને રંગ્યો હતો. પણ શત્રુઓએ મિત્રોની સાથે જ મરણસજાઈઓ કરી,ધરતીના ખોળાએ સંતાનો વચ્ચે ભેદ ન રાખ્યો. શરણાઈઓ ને નગારાંના ધ્રોંસા થંભી ગયા. કોકબાણ અને તોપોની ગર્જના જાણે કદીય આંહીં થઈ નહોતી તેવી શાંતિ !

ત્રણ સ્ત્રીઓ માથે માટલાં મૂકીને ડંકતા ઘાયલોમાં ફરતી હતી; ‘પાણી ! પાણી ! પાણી !’ ના જ્યાંથી અવાજો થતા ત્યાંત્યાં દોડતી હતી. એને ભેદ નહોતા શત્રુ કે મિત્રના : એણે નીર ટોયાં, મુગલ અને જામ બેઉના જોદ્ધાઓને. એનાં વસ્ત્રો કાળાં હતાં. એ નેત્રોમાં પાણી હતાં –