પૃષ્ઠ:Samarangan.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
232
સમચંગણ
 


દેખીને પોતે પ્રફુલ્લિત બની ગયો. “હવે તો ભલેને આખી દલ્લી આવે !”

ફોજને ધસી આવતી દેખી કે તરત ચાલીસ જેટલા મરદો પોતપોતાની તલવાર ઉપાડીને ભરેલા મછવામાંથી નીચે કૂદ્યા ને એમણે સંગ્રામ વાઘેરને વીંટી લીધો, એનાં બાળબચ્ચાંથી ભરેલું વહાણ તસુય ચાલી શકે તેમ નહોતું, કેમકે બેટ શંખોદ્ધારનાં પાડોશી બેટડાંનાં જૂથ ફરતા ભેંસલા સમા ખડકો બહાર નીકળીનીકળીને મૂંગો પૈગામ દેતા હતા કે અખાત હવે પૂરેપૂરો ઓટમાં આવી ગયો છે.

“ક્યાં છે પાદશાહનો ચોર મુઝફ્ફરો?” ફોજના આગેવાને ભરી બંદૂકોવાળા પાંચસો જેટલા સવારોથી. વાઘેરોને ઘેરી લઈ સવાલ કર્યો.

"ઈશ્વરને ખોળે.” શાંત અદાથી જરીજરી મોં મલકાવતા સંગ્રામે જવાબ દીધો.

“તારા બેટને બાળી ખાક કરીશ.”

"તોય ચોર નહિ જડે. સમદરને સળગાવો તો જુદી વાત.”

“ફૂંકી દો !”

આગેવાનની આજ્ઞા થતાં જ મુગલ ફોજની બંદૂકો ચાલી. તેની સામે તલવાર ને તીર ચલાવતા ચાલીસ વાઘેરો ઝંપલાવી પડ્યા.

34
માનું પેટ

ચ્છના ધીણોધર ડુંગરની વંકામાં વંકી એક ગાળી છે. ત્યાં માલધારીઓ પણ જતાં ડરે છે. ત્યાં સૂર્યનાં કિરણો પેસતાં પેસતાં જાણે ઊઝરડાઈ જાય છે. ત્યાં એક ખોખડધજ બુઢ્ઢો ફકીર થોડા દિવસથી રહેવા આવ્યો છે. આખો દિવસ એ ફકીર તસબી ફેરવતો હોય છે અને પાંચેય નમાઝે ઝૂકતો હોય છે. નમાઝ પછી દુઆમાં એ બે-ત્રણ નામો પણ