પૃષ્ઠ:Samarangan.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
238
સમચંગણ
 

 માટે પહેલો પડાવ ઇસ્લામાબાદમાં થયો હતો. પહેરેગીરોની ચોકી વચ્ચે વીંટળાઈને એકલો બેઠેલો મુઝફ્ફર કાન માંડીને ફોજી લોકોની વાત સાંભળતો હતોઃ

“કેમ જમાદાર, તમે આજ અમદાવાદ ચાલ્યા, તો અમે પાંચ દિન, પછી નીકળવાના.”

"કેમ?”

“હુકમ થઈ ગયો. ઇસ્લામાબાદ જામને પાછું સોંપાય છે. જામે તાબેદારી કબૂલી છે, ને સોરઠ માટે મુગલ સરકારની ફોજ જ્યાં જ્યાં ચડે ત્યાંત્યાં પછવાડે ફોજને અનાજ પહોંચતું કરવાની જામ સતાએ હા. પાડી છે.”

“રેવા દિયોને, મિયાં, સોરઠના રજપૂતોનો ઇતબાર કેવો હવે? સૂબા કાંઈ બેવકૂફ છે કે એમ ઇસ્લામાબાદ સોંપે?”

“ઇતબાર નથી, માટે તો જામનો નાનેરો છોકરો જસોજી એહમદાબાદ બાદશાહી ઓળમાં રહેવા આવે છે ને !”

કેદી મુઝફ્ફરે આ અહેવાલ કાનોકાન સાંભળ્યો, ને એનાં મોંમાં હસવું ન માયું. “વાહ ઇતબાર ! સોરઠી રજપૂતોનો ઇતબાર !”

પણ તત્કાળ એ નમાજમાં બેસી ગયો. એને પોતાનું દિલ ઝટ માલિક સાથે મિલાવવાની જરૂર પડી, પોતાની મશ્કરી એ પોતે જ ન સાંખી શક્યો.

*

કારતક મહિનો હતો. ઘઉંના તાજા ફૂટેલા કોંટાના ક્યારામાં ઊતરીને લાંબા સૂર કાઢતાં કુંજડાં દરિયાપારના દેશાટનની જાણે કે જગતને વાતો કહેતાં હતાં. ચાંદની રાત હતી. ધ્રોળનું જ પાદર હતું. મુઝફ્ફર રાવટીમાંથી બહાર નીકળીને ઊભો હતો. એની કલ્પના ચાંદનીમાં તરતી હતી. આ વેરાન પર થોડા જ મહિના પર હજારો જનોની હત્યા થઈ હતી. તોપોના ધુંવાધાર સળગ્યા હતા. આજે તો પાછાં લીલે ક્યારે કુંજડાં રમે છે. વાહ ખુદા ! તું રહીમ છે. એટલે જ