પૃષ્ઠ:Samarangan.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઝવેરચંદ મેઘાણી
સાહિત્યજીવન


1896 જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (જિ. સુરેન્દ્રનગર).
1912 અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં.
1917 કૉલેજમાં 1913માં આરંભી ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી. એ. થયા. ત્યાં સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક થયા.
1918 કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ. એ નો અભ્યાસ રઝળ્યાં. એલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલવહેલું ગીત ‘દીવડો ઝાંખો બળે’ રચાયું.
1921 વતનનો ‘દુર્નિવાર સાદ’ સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા.