પૃષ્ઠ:Samarangan.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
18
સમરાંગણ
 ગિગનિ ચડી હંસા પીવે પાની
ઊલટી સકતી આપ ધરી આની

વધુ ઊંચા શોરથી પ્રશ્ન પુછાતો હતો :

કાયા મધિ કે લખ ચંદા
પહુ૫ મધિ કહાં વસૈ ગંધા
દૂધ મધે કહાં વસૈ ઘીવ
કાયા મધે કૈસે જીવ ?

અનહદમાં ઉત્તર અફળાતો હતો :

કાયા મધિ દો લખ ચંદા
પહુપ મધિ ચેતન ગંધા
દૂધ મધિ નિરંતર વસૈ ઘીવ
કાયા મધે સકલ વ્યાપી જીવ.

ગોરખ-મછંદરનો એ ગીત-બાંધ્યો જ્ઞાનાલાપ રટતા જતા એ લંગોટીભર નાગડા જોગીઓના કાન ફાટેલા હતા. કાનમાં કોઈને લોઢાની વાળી તો કોઈને સોનાની, કોઈને લીંબડાની સળીઓ તો કોઈને મોરપિચ્છની સળી લળકતી હતી. જોગીઓનાં રૂપ કરૂપ હતાં. જમાત દ્વારકાને જાત્રામાર્ગે હતી. મારી સુરતા જોગીના વરહા જૂથ પર લાગી રહી હતી. હું વિચારે ચડી હતી : ક્યાં હશે આની જનેતાઓ ? કયે હૈયે રજા આપી હશે ? કઈ નાદાનીએ રેઢા મેલ્યા હશે ! આ ધરતી-ઘૂમતાને ઘર નથી, દિશાઓ વિના વસ્તર નથી, ભસ્મ વિના શણગાર નથી, વિચાર વિચાર ને વિચાર વિના કોઈ આનંદ નથી, જ્ઞાન વિના રસ નથી.

એ કદરૂપા રૂપોમાં રમતું મન સૂતું તે પછી, અધરાતે નાગડો અવતર્યો, મા કે બાપ બેમાંથી એકેયનો આકાર એના મોઢા પર કેમ આલેખાયો નથી તેનો મર્મ માલૂમ પડ્યો. વાત કોઈ માનવાનું નથી. તલવારનો ખેલાડી વજીર વિચારનાં રહસ્યો નહિ વેધી શકે. ને નાગડો મારો, સગા બાપથી પણ હડધૂત, બીજા કોની પાસે સંઘરાશે ! એક દિવસ એ જમાત પાછી આવી. આ બાળકને પોતાનો વરતીને ઉપાડી