પૃષ્ઠ:Samarangan.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂંદાતી ગુજરાત
19
 

તો નહિ જાય ?

માતાને હૈયે ઓચિંતી ફાળ પડી. એણે એક સોનાનું ચગદું ઘડાવ્યું. અંદર કોતરાવ્યા આટલા જ બોલ : ‘નવાનગરનો નાગડો વજીર’. માદળિયું કરીને નાગડાની ડોકમાં રોપ્યું.



4
ખૂંદાતી ગુજરાત

ત્રણ ગાઉના વિસ્તારમાં પથરાયેલું એ સુલતાની આહુખાના : એને ખૂણે ખૂણે અક્કેક ઇમારત : દીવાલો અને છતો ઉપર સુવર્ણનો ઢોળ : દરવાજે દરવાજે દુકાનોની લાંબી હાર : દુકાનેદુકાને ખુશનુમા પીણાં અને મધુર સુવાસી મેવા વેચતી – બસ ? નહિ, નહિ, વિલાસનાં સમગ્ર સાધનો પૂરાં પાડતી – સુંદર છોકરીઓ : વહેતા ઝરા ને લીલા કુંજાર બગીચા : ઝાડોનાં થડ મખમલે ને કિનખાબે મઢેલાં; ઝાડોની ડાળીઓ અતલસે ને કિનખાબે લપેટેલી.

મહેમદાવાદના એ ‘મૃગ-મેદાન’માં ગુજરાતનો મુસ્લિમ સુલતાન લેટતો હતો. પરી જેવી પ્રિયતમાઓ સાથે ઉપભોગ કરતો, ઇદને દિવસે હાથીઓ તેમ જ અશ્વોને સોનાં ને જવાહિરોથી શણગારતો.

એ જ આરામઘરમાં, આજે એ અઠ્ઠાવીસ વર્ષના સુલતાનનું લોહીનીતરતું મુર્દું દફનની રાહ જોતું હતું. એ જ ચમનમાં ગુજરાતના અમીરો, એક સુલતાન મરે તો બીજા છોકરાને ગમે ત્યાંથી પકડી પાડનારા સુલતાન-સર્જકો, મોજથી બેઠા હતા. દસ વર્ષના જે રાજબાળને પકડીને તખ્ત પર બેસારી દીધેલો તેની રંડીબાજી અને હળાહળ સ્વચ્છંદો ભરી જિંદગીનો યોગ્ય અંજામ આપ્યો હતો. ખુદ તેના સાકીએ જ તેને સદાને માટે સુવારી દેનારો પ્યાલો પાયો હતો.