પૃષ્ઠ:Samarangan.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
24
સમરાંગણ
 


બાર વર્ષનો એક બાળક ધ્રૂજતોધ્રૂજતો ઇતમાદખાનની પાસે આવી, અદબ કરી ઊભો થઈ રહ્યો.

“ક્યાં હતો !”

“ભાગોળે રમતો હતો."

“શું છુપાવ્યું છે એ ?”

બાર વર્ષના છોકરાએ પોતાની ઇજારમાં કશુંક સંતાડ્યું હતું. એ જવાબ ન આપી શક્યો.

“શું છે ? બોલ કાઢી નાખ, જે હોય તે.”

“કંઈ નથી.”

“અચ્છા, કપડાં ઉતાર. આ નવા પોશાક ધારણ કરી લે. દેખ આ ખુશબોભર્યો ઝરિયાની કપડાં : આ ઝરીભરી ટોપી, આ કિનખાબી સુરવાલ, ગમશે ને તને ?”

બાળ નહનૂને ગમ પડી નહિ. એ તો પોતાની મેલી, ફાટેલી ઇજારને જ સંકોડતો ઊભો રહ્યો.

“નિકાલ એ ભિખારીનો વેશ. પહેરી લે આ નવો પોશાક, નહનૂ ! હું તને સુલતાન બનાવીશ.”

“મારે નથી બનવું, મારે નથી પહેરવો નવો પોશાક.”

“ઈધર આ.” ઇતમાદખાને હુક્કો પીતાંપીતાં ત્રાડ પાડી. નહનૂને પોતાની પાસે ખેંચી લઈ એની ઇજાર ત્યાં ને ત્યાં ચીરી નાખી. ટુપ દઈને એના બે પગ વચ્ચે દબાવેલી ચીજ નીચે પડી. પડેલી ચીજ રાતની રોશનીમાં ચમકી ઊઠી. ઈતમાદખાને ઉઠાવીને જોયું.

“આ શું ? અસ્તરો ? બેવકૂફ ! કાટી બેસીશ !”

“જનાબ,” નહનૂ દયામણે મોંએ બોલ્યો : “મને એ અસ્તરો પાછો આપો. મારું તમામ લઈ લો. મને વીસ ચાબુક ફટકાવો, પણ મને એ અસ્તરો પાછો આપો.”

“હ-હ-હ," એ નાચીજ હથિયારને હાથમાં રમાડતો ઉમરાવ ઇતમાદ હસ્યો. “તકદીરમાં જેને સુલતાનિયતની સમશેર લખી છે, તેને