પૃષ્ઠ:Samarangan.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
26
સમચંગણ
 

 કરીને કહ્યું : “આઈયે, ઊતરીયે, આપકે પેરોંકો ચૂમ લેને કે લિયે સુલતાન-મલક કા હરએક પથ્થર ભી તડપ રહા હૈ.”

બાળ નહનૂ આ નાટકથી હેબતાયો, યંત્રવત્ બન્યો, હેઠે ઊતર્યો અને ઇતમાદનો દોર્યો એ જે ઘડી ભદ્રના દીવાનમાં દાખલ થયો તે ઘડીએ પચીસેક ઇતમાદો – અર્થાત્ ઇતમાદ સરીખા પચીસ ઉમરાવો – કોઈની રાહ જોતા બેઠા હતા.

દીવાનના દ્વાર પર ઊભા રહીને ઇતમાદખાને એ પચીસેકને કહ્યું : “ઉમરાવ દોસ્તો, અદબ કરો આપણા સુલતાનની.”

“ઇતમાદખાન,” સૈયદ મુબારકે કહ્યું : “પિછાન આપો.”

“સુલતાન મહમૂદશાહના આ શાહજાદા છે.”

“થોડી વાર એ જનાબને બાજુના દીવાનમાં બેસાડશો, ખાંસાહેબ ? આપણે એમની તખ્તનશીનીની તૈયારી કરી લઈએ.” એ બોલનાર સૈયદ મુબારક હતા. ઇતમાદખાને નહનૂને બીજા ખંડમાં મૂક્યો. પછી એ અમીરો પાસે આવ્યો.

અમીરોમાં હસાહસ ઊઠી. “આફરીન. આફરીન, ખાંસાહેબ ! આખરે પત્તો લગાવીને લાવ્યા ખરા !” એક અમીરે પેટ પકડ્યું.

“તે દિવસ તો, ખાંસાહેબ,” સૈયદ મુબારકે યાદ દીધું : “આપે જ જાહેર કર્યું હતું ને કે સુલતાન મહેમૂદના આપના અંશેઅંશ જાણીતા જનાનખાનામાં કોઈ કરતાં કોઈને ગર્ભ જ નથી.”

“તો આ ક્યાંથી ફૂટી નીકળ્યા શાહજાદા !” બીજાએ આંખનો સુરમો લૂછતે લૂછતે હાસ્ય કર્યું.

“ખામોશ, ઉમરાવ સાહેબો !” ઇતમાદખાને ખુલાસો આપ્યો. “એની મા સુલતાનની રીતસર શાદી કરેલી બેગમ નહોતી.”

“ત્યારે ?”

“એક છોકરી હતી. એને સુલતાનથી જ ગર્ભ રહ્યો હતો. એનો ગર્ભપાત કરવા માટે મને સોંપવામાં આવી હતી એ છોકરી. એનો ગર્ભ પાડી નાખવા મેં બહુબહુ ઇલાજ કરેલા. ગરમ તેજાબ જેવી દવાઓ મેં