પૃષ્ઠ:Samarangan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક નહનૂ
31
 

 ભેળું જ ઇણે સંભળાવી દીધું’તું કે આ ઓજારમાં જીવતું મોત છે, પણ ઇજ્જતનો ઉગાર છે. મારી માં મને કહે કે એને નાખી દે, રાંડ, નાખી દે, ઈ કાળકમ્મું ઓજાર છે, ઈ અપશુકનિયાળ હથિયાર કહેવાય. પણ, મેં સંતાડી રાખેલું, તે આ છોકરો રમવા આવતો ઈને આપી દીધું.”

“કેમ ઇને આપ્યું ?”

“ઈ કહે કે મને આમાં માણસોની કાપાકાપી કળાય છે. મારે દાદે કહ્યું’તું કે જેને આમાં ધીંગાણું કળાય તેને આપી દેજો. ઇ જ આનો ધણી. કોઈ બીજું રાખશો નૈ. લે જોઉં, પિયાલા જેવો સજી દે એને. ઇને મેં મારો ભાઈ કર્યો છે.”

એમ કહીને કન્યાએ ઝૂલતે હાથ-ફૂમતે સરાણની દોરી ફરીવાર ઘુમાવી. અને જુવાન સરાણિયો એ લોહ-તણખાની ફૂલઝરીમાં નાહતો ભીંજાતો ફરી વાર સજાયાના ચકચકાટ કાઢવા મંડ્યો. ઝાંખા દિવેલ-દીવડે એ ત્રણેય ચહેરા સજાયા પર એકધ્યાન બન્યા. વચ્ચેવચ્ચે કન્યા એના વર સામેથી ભાઈ સામે ને ભાઈ સામેથી વર સામે, જાણે કોઈ શાળવી વેજુ વણતો હોય તેમ પોતાની નજર-કોકડીના વાણાતાણા નાખી રહી.

એકાએક તડબડાટી બોલી. ઘોડવેલનાં પૈડાં ધણેણ્યાં. પચીસ સવારોએ પોતાના પહાડી અશ્વોની લગામો કસકસી અને આગલો ઘોડેસવાર હાક પડતો ગયો કે “સુલતાન નહનૂ ! સુલતાન નહનૂ ! દેખા હૈ કોઈને સુલતાન નહનૂ કો !”

બાળ નહનૂને ફાળ પડી. એ હેબતાઈને પોતાની ‘બહેન’ની બાજુએ લપાયો. એની પીઠ બજાર તરફ હતી. સજાતા અસ્તરાનાં ફૂલઝરોએ ત્રણેયને ઢાંકી દીધાં હતાં. ઘોડવેલ પસાર થઈ ગઈ. ઘોડાની પડઘી શમી ગઈ.

“લે, આ તો મારો ભાઈ સાચો પડ્યો. આ તો તારા જ નામના સાદ પડતા’તા એલા. તેં હોંકારો ય ન આપ્યો ! ગાડીમાં ચડી બેસવું’તું ને !"

સરાણિયણ કન્યાને મનથી હજુ આ બધી હાંસી જ હતી. પણ