પૃષ્ઠ:Samarangan.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
60
સમરાંગણ
 

 “સદા ટેકની, નીતિની ને વિશ્વાસની જ વાતો કરતા રહ્યા. વાતવાતમાં, બસ, ખપી જવું – ખપી જવું, ખપી જવા સિવાયની રાજનીતિમાં જેસાભાઈની ચાંચ જ બૂડતી નથી.”

“રાજનીતિ !” જેસાભાઈ ખુમાણ સામે હસ્યા.

“હવે, જેસા વજીર” જામ સતાએ કહ્યું : “એ નેક ટેક ને ઇમાનદારીની વાત અમ રજપૂતોને માટે રહેવા દિયોને, બાપા !”

જામના બોલવાનો વ્ય્ંગ જેસા વજીરને એની હલકી ખવાસ જાત સંભારી આપવાનો હતો.

“તો પછી હાંઉં, ધણી !” જેસાભાઈએ શિર નમાવ્યું, “હું તો આપનો ચાકર છું. હુકમ કરો એટલું જ માગું છું.”

“શાબાશ તમને, લોમા ખુમાણ ! મારો વજીર તો જોગી છે જોગી.”

“નગરનાં નગારાં ક્ષત્રિવટે અને જોગે કરીને જ સાબૂત છે ને, જાડેજારાજ !" લોમા ખુમાણે ખોબે ને ધોબે જીભની ખાંડ પીરસી. “હવે, એ છોકરાને આંહીં લાવું ?”

“ના, દાખડો કરશો મા. હું જ આવીને મળી જઈશ. ને બીજી એક વાત કહું. પેટમાં રાખજો. મારી ઉમેદ તો, બધું પાંસરું ઊતરે ને, તો એ છોકરાને એક જાડેજી કન્યા જ પરણાવી દેવાની છે. પણ અત્યારે જાડેજા કુળ તો ખાલી છે, સગાંસંબંધીમાંથી ગોત કરાવીશ.”

“તો તો રંગ રહી જાય.” લોમા ખુમાણે જેસા વજીર તરફ આંખ ત્રાંસી કરી.

“વાવડો કઈ દૃશ્યે વળે છે એ જોયા પછી નક્કી કરશું.”

“આપને તો એ લા’વો લેવાનો કુળધર્મ મોકળો રાખ્યો છે આપના વડવાઓએ. અમારાથી કાઠીઓથી થોડો લાભ લેવાય તેમ છે ? આપના પૂર્વજો રાજનીતિના સાચા જાણભેદુ હતા. અમે તો ઢોરાં ચારવામાં જ રહી ગયા.” લોમા ખુમાણે સતા જામને ફુલાવી ઢોલ કરી મૂક્યા.

“અમારો જાડેજાઓનો પણ કુળધર્મ કડક છે !” સતા જામે મૂછ પર હાથ મૂક્યો : “મારી નાખીયેં દીકરીને, પણ અમારાથી ઊતરતા