પૃષ્ઠ:Samarangan.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મસલત
63
 


“એમાં તો ભવિષ્યવાણીની શી મણા હશે !” સતા જામની શૂરવીરતાના પ્રશંસક યોદ્ધાઓ ગુપચુપ આવી ભવિષ્ય-વાણી કરતા ઊભા હતા.

જુવાન સરાણિયાએ સજવા માંડેલી એ તલવારમાંથી તણખા ન ઊપડ્યા, પણ ઉગ્ર કિકિયાટા સંભળાયા. જાણે સરાણના પથ્થરને કાળી નાગણી રોષે ભરાઈ હસતી હતી.

ધગધગતી એ તલવાર જુવાને પોતાની વહુના હાથમાં મૂકી, સ્ત્રી જોવા લાગી, એની આંખો કેવા રંગો, કેવા ભાવો ધારણ કરે છે તે નિહાળવા બધા તલપાપડ ઊભા. શ્વાસ પણ સંભળાતા નહોતા.

“રણથળ; એ-નું એ જ રણથળ :” બાઈએ બોલવા માંડ્યું : “અરે ભાગ્યો, રણથળમાંથી ભાગ્યો, શરણાગતને દીધો દગો, દગો, દગો ! બેટડા કપાણા ને બાપ બુઢ્‌ઢો ભાગ્યો... હો... હો.. હો... હો...”

બાઈના મોંમાંથી અટ્ટહાસ્ય નીકળી પડ્યું ને બાઈ બેહોશ બની. ઊભેલ માણસોનાં મોં શ્યામ બની ગયાં. કુંવર અજો જામ થીજી રહ્યો.

ધબ, ધબ, ધબ, મેડીનાં પગથિયાં બોલ્યાં. ઊતરનાર આદમી સતો જામ પોતે જ હતા. એક પણ આંખ એમની સામે ઊંચી ન થઈ. “ડેલે લઈ જાવ આ ત્રણેયને.” જામે ઘેરા રવે હુકમ આપીને પાછાં પગલાં સીડી પર ભર્યાં. તે પછી ત્યાંથી આખો રાજ-સમૂહ ક્યારે વિસર્જન પામી ગયો ને સરાણિયાંને જીવતાં ભોમાં ભંડારી દીધાં કે શું કર્યું તેની ગમ જ ન પડે એવી ત્યાં ચુપકીદી છવાઈ ગઈ. એ ચુપકીદી જાણે મગર હતી. રાજગઢ જાણે નાનું માછલું હતો.

સૂનકાર રાજગઢને એ જ સ્થાને હલ્યાચલ્યા વગર ખડો રહ્યો હતો એકલો કિશોર કુંવર અજો જામ. કોઈએ એના પગમાં જાણે મેખો જડી દીધી હતી.

“ડેલે ! ડેલે લઈ ગયાં ! ડેલે !” આટલા જ શબ્દોનો પ્રશ્ન એણે પહેરેગીરોને પૂછ્યો. પહેરેગીરોએ માથાં ધુણાવી હકાર ભણ્યો. ‘ડેલો’ શબ્દ જાણે કે બોલવા જેવો જ નહોતો. ‘ડેલો’ બોલતાં બીક લાગે, ‘ડેલો’