પૃષ્ઠ:Samarangan.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરદેશીને તેડું
67
 


પણ એ ભૂલ થઈ હતી. ચંગીઝખાને ફરીથી વિચાર કર્યો. ખંભાત ફરીથી પોતાની માને અર્પણ કર્યું. ચંગીઝ સ્વપ્નદ્રષ્ટા મટીને વ્યવહારદક્ષ બન્યો. ચંગીઝે ગુલામ અને મા વચ્ચે કિંમતનો તફાવત મૂક્યો. એ વ્યવહારદક્ષતાએ ચંગીઝના માથાનું મૂલ લીધું. ખસ્સી પ્રાણી વધુ નરમ બને છે, પણ ખસ્સી માનવી બને છે ભયાનક, નપુંસક બીજલખાને અન્ય બે અમીરોને ઉશ્કેરી ચંગીઝનો શિરચ્છેદ કરાવ્યો.

‘ઈન્શાલ્લાહ !’ પાલના ડુંગરોમાં લપાઈ બેઠેલ ઇતમાદખાંએ ફરી એક વાર દાઢી પસવારી અને એણે યુક્તિ વિચારી. મુઝફ્ફર ભલે મારા હાથમાં નથી, છતાં અમદાવાદ પહોંચીને દાવ અજમાવું.

‘હું સુલતાન મુઝફ્ફરને લઈને આવું છું’ એવો સંદેશો એણે અગાઉથી પહોંચાડ્યો, અને પછી પોતે એક દિવસ અમદાવાદ જઈને ઊભો રહ્યો. અને અમદાવાદ નગરનો જેણે કબજો લીધો હતો તે શેરખાન ફોલાદીએ ખાંસાહેબનું સ્વાગત કર્યું. પૂછ્યું : “સુલતાન ક્યાં બિરાજે છે ?”

“સલામત છે – મારા નક્કી કરેલા સ્થાનમાં.”

“સાથે પધારવાના હતા ને ?”

“હા, પણ અહીંનો બંદોબસ્ત જોયા પછી જ એમને આંહીં લાવું એવો વિચાર કર્યો – એમની સલામતી માટે વિચારવાની ખરી ને ?”

“સાચું છે, જનાબ !” શેરખાનના મોં પર વિનોદ તરવર્યો ; “આપે જ એમને સાચવ્યા, નહિતર આજ એનું કોણ હતું ? સાંભળ્યું હતું કે સુલતાન સૌરાષ્ટ્રમાં ગયા હતા.”

“હા, પણ કાઠીઓએ એમને મહેમાનીનો કડવો સ્વાદ ચખાડ્યો, તોબાહ પુકારીને પોતે મારી પાસે આવતા રહ્યા.”,

વાતો કરતાં કરતાં શેરખાન અને ઇતમાદખાને ભદ્રમાં પ્રવેશ કર્યો. શેરખાને કહ્યું : “અહીં જરા પધારો, સૌ આપની જ રાહ જુએ છે.”

“ભલે, ચાલો.”

અમદાવાદની આખી બજારને અને ભદ્રને ધજા-પતાકાએ