પૃષ્ઠ:Samayik Sutra.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચેઈયં - જ્ઞાનવંત અથવા સુપ્રશસ્ત મનમાં હેતુરૂપ છો.
પજ્જુવાસામિ*[૧] - (હું) આપની મન, વચન, કાયાએ કરી પર્યુપાસના = સેવા ઉપાસના કરું છું.

પાઠ ત્રીજો આલોચના-સૂત્ર

ઇચ્છામિ-ઇચ્છું છું.
પડિક્કમિઉં-પ્રતિક્રમણ કરવાને, નિવૃત્ત થવાને (કોનાથી ?)
ઇરિયાવહિયાએ-માર્ગમાં ચાલવાથી થવાવાળી,
વિરાહણાએ -વિરાધનાથી, હિંસાથી;
(વિરાધના કયા જીવોની અને કેવી રીતે ?).
ગમણાગમણે-રસ્તામાં જતાં-આવતાં,
પાણક્કમણે-પ્રાણીઓ (વિકલેન્દ્રિય)ને કચર્યા હોય,
બીયક્કમણે-(સચિત્ત) બીજોને કચર્યા હોય,
હરિયક્કમણે-લીલી વનસ્પતિને કચરી હોય,
ઓસા-ઝાકળ, ઓસ, ઠાર;.
ઉત્તિંગ-કીડિયારાં વગેરે જીવોનાં દર,
પણગ-પંચવર્ણી, લીલગ-સેવાળ,
દગ-સચિત્ત પાણી,
મટ્ટી-સચિત્ત મૃત્તિકા-માટી,
મક્કડા-કરોળિયાના પડ,
સંતાણા-કરોળીયાના જાળા
સંકમણે -ચાંપતાં, ઉપર પગ મૂકવાથી,


  1. +મત્થએણં વંદામિ - મસ્તક નમાવીને વંદન કરું છું. આ શબ્દ કેટલાક સ્થળે ‘તિખુત્તો’ ના પાઠની શરૂઆતમાં અથવા અંતમાં બોલાય છે.