પૃષ્ઠ:Samayik Sutra.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કિલામિયા-(૭) કિલામના=ગ્લાનિ ઉત્પન્ન કરી હોય, અધમૂઆ કર્યા હોય,
ઉદ્‌વિયા-(૮) ધ્રાસ્કો પમાડ્યો હોય, ભયભીત કર્યા હોય,
ઠાણાઓ-(૯) એક સ્થાને (ઠેકાણે) થી,
ઠાણં- બીજે સ્થાને (ઠેકાણે)
સંકામિયા- સંક્રમણ કર્યું હોય, રાખ્યા હોય,
જીવિયાઓ- (૧૦) જીવનથી જ
વવરોવિયા- રહિત કર્યા હોય, પૂરેપૂરા મારી જ નાંખ્યા હોય.
તસ્સ-તેનું
મિચ્છા-મિથ્યા (નિષ્ફળ) થાઓ.
મિ-મારું
દુક્કડં.-દુષ્કૃત-પાપ.

પાઠ : ચોથો : તસ્સઉત્તરી - સૂત્ર

તસ્સ-તેને, (પાપયુક્ત આત્માને)
ઉત્તરી-કરણેણં- વિશેષ શ્રેષ્ઠ-ઉત્કૃષ્ટ બનાવવા માટે,
પાયચ્છિત્ત-કરણેણં-પ્રાયશ્ચિત્ત કરવા માટે,
વિસોહી-કરણેણં-વિશેષ શુદ્ધિ કરવા માટે,
વિસલ્લી કરણેણં-શલ્યોથી રહિત કરવા માટે,
પાવાણં કમ્માણં- પાપ (સંસાર નિબંધનરૂપ) કર્મોનો,
નિગ્ઘાયણઠ્ઠાએ-મૂળથી નાશ કરવાને માટે,
ઠામિ-કરું છું.
કાઉસ્સગ્ગ.-કાયોત્સર્ગ=શરીરના વ્યાપારોનો ત્યાગ,