પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
મહાત્મા ગાંધીને ચરણે


(એમની પચાસમી વર્ષગાંઠને શુભ દિને રવિવાર તા. ૨૧-૯-૧૯૧૯.)

(ખંડ હરિગીત )

ગાંધર્વ આવો ગગનના !
સૂર તમ સુરસદનના
સ્નેહે ભર્યા,
સત્યે ઠર્યા,
ઘો આજ મોંઘા કવનના !
આવો, ગવૈયા સ્વર્ગના સુરસાજમાં,
આવો અમારા સત્યસ્નેહસમાજમાં !
ખગ સર્વ મધુ કંઠી મળો !
મધુર લહરીઓ ભળો !
પાછા ફરો પડછંદ સામ અવાજમાં !
સંગીતદેવી ! કાવ્યદેવી ! સર્વ આજે આવજો !
અહિ અમર મોહનગાન સહુ સાથે મળી ગવડાવજો !