પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪


મોંઘો અમૂલ્ય પ્રસંગ આ,
છે અતુલ્ય ઉમંગ ;
પ્રિય હૃદયના
સુરવિજયના
મોંઘા અમારા રંગ આ :


એ રંગમાં ક્યમ એકલા અહિં મ્હાલીએ ?
આ લોક ને પરલોક સાથ ઉજાળીએ :


શિર જેનું અડતું સ્વર્ગને
ધારતું રવિભર્ગને,
ના ભૂલતું તે આ ધરા પણ ભાળીએ :


એ આત્મનો ઉત્સવ ઉજવવા, સુરજનો ! પૃથ્વીજનો !
આવો બધા, અહિં ગાંઠીએ નવપ્રેમગાંઠ પતીજનો !