પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
એ ગાંઠનારો કો હશે,
જગ બધી જે મોહશે
સદ્‌વચનથી,
સન્મથનથી
જે આંસુ જનનાં લોહશે ?
જેને જડીબુટ્ટી મળી કલ્યાણની,
જેણે ઘડી પૂરી મહત્તા પ્રાણની,
વનવન વિશે જે આથડયો,
અસુર શું નિર્ભય લડચો,
સત્યેજ જડતો વાત જે નિર્માણની :
માનવહૃદયના રોગને ઝટ પારખી દે સાર તે,
એવાં વસાણાં રાખનારો ગાંધી એકજ ભારતે !