પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬

કયાં શુદ્ધિ જોઈ ધર્મની,
મન, વચન ને કર્મની ?
ભારત ! ખરે
જુગજુગ ધરે
મોટાઈ એ તુજ મર્મની !
રાખ્યું હરિશ્ચ્ંદ્રે અમોલું સત્ય જે,
ટેકી અડગ પ્રહ્‌લાદ કેરું કૃત્ય જે,
ભારતતણા ઈતિહાસમાં
છે રહ્યું ચિરવાસમાં,
એ સત્યની જુગજુગ બતાવી ગત્ય જે :
તે ના રહે ઢંકાઈ અહિં અજ્ઞાન કેરી આંધીએ;
કળિજુગ વિશે એ સત્ય તો રાખ્યું મહાત્મા ગાંધીએ !