પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
એ વીર આજ વધાવીએ,
સ્નેહ પુષ્પો લાવીએ;
નવજીવને
નવઉરધને
એ સત્ય આત્મ સમાવીએ,
જેણે ન જાણી કોઈ દિન પણ ક્રૂરતા ;
જેની અખંડ જણાય યૌવનશૂરતા;
જેના મહાસંયમથકી,
ધર્મમય ઉદ્યમથકી,
નિજ શત્રુને પણ સ્નેહપિંજર પૂરતા ;
જે કર સર્યા મણકા વિરલ એ ભવ્ય જીવનમાળના,
તે અમ શિરે તપજો સદા ! ન પ્રહાર લાગો કાળના !