પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯મોહન ! અમારા વીર ઓ !
સાધુ, દાના, પીર ઓ !
સુકુમારતા
ઉર ધારતા
અલમસ્ત મીર ફકીર ઓ !
મોહન ! તમારી પ્રાણમોહન બંસરી !
મોહન ! તમારી સત્વદોહન બંસરી !
સહુ મોહને ભૂલાવતી,
રસ અખંડ જમાવતી,
મોહન ! તમારી બ્રહ્મસોહન બંસરી !
વાજો અખંડ પ્રવાહથી, સહુ સ્થિર થઈ સુણીએ અમે :
એ રસ ટપકતા શબ્દ ઝીલી આત્મમાં ધુણીએ અમે !