પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦વીરા ! લળે ઉર કેમ ના,
આ મહોત્સવ હેમના
ભારત વિશે
થળથળ દિસે :
લ્યો નમન આ અમ પ્રેમનાં !
વીરા ! તમારૂં તેજ હૃદય જગાડજો !
અમ જીવને તમ સત્યબીજ ઉગાડજો !
અમ કુંજ લીલો થાય આ,
ભારતે ૨સ છાય આ,
ગંગા ફરી દેવત્વભર વહેવાડજો !
તમ જ્યોતથી અહિં કોડ જળજો જ્યોત સત્ય સમાધિની !
ભારત વિશે ઘરઘર થજો જય જય મહાત્મા ગાંધીની !