પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.મીઠા હતા ને આજ ઘેરા દીસે તે
કાલે કલ્યાણ કરનારા રે લોલ :
એ રે સંસારના સૂરથી, રસિકડાં !
ફળજો આ દેહના ઈજારા રે લોલ !


હૈયાના હોજ આ હેલે ચઢ્યા હો !
રેલે છે આત્મના ઓવારા રે લોલ :
આવો, આવો, રસઆંગણ, રસિકડાં !
ઝીલજો સંદેશ અહિં ન્યારા રે લોલ !