પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩


ભૂત બધું પાછળ છે મૂક્યું —
આજ ઉરે નવજીવન ફૂંક્યું, દુનિયા બધે નવી દેખાય;
નવઆશે નવહાસ્યે ધસવા આજે પાદ અધીરા થાય;
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

મુખી પડ્યા કે હઠ્યા પછાડી ?
ધસો ધજા લ્યો હાથ ઉપાડી, ફરકાવ્યા જાઓ ધુનભેર :
ધર્મભાર શૂરોજ વહે એ — એક પડે ત્યાં ઊઠે તેર !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

કોણ વિકટ પથ કહી ડરાવે ? —
પર્વતપરથી કૂદી હાવે સાગરને બાંધીશું બાથ;
જંગલ તોડી મંગલ કરશું, બતાવશું બળવંતા હાથ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

આપણ ગુણગરવા ગુજરાતી !
કુષ્ણધરા અદ્‌ભુત મદમાતી, ભારતયુદ્ધ જિતે ભડવીર;
સાહસ, શૌર્ય, અડગ શ્રમથી જે થળથળમાં ગાજે રણધીર :
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૦