પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫


અહો અડગ બાંધવ ટેકીલા !
દ્વેષ વિશે બનવું નવ વ્હીલા ; દ્વેષ કદી નવ આપે જીત ;
અંતરરિપુનો કરે પરાજય પ્રથમ અખંડ ધરી ઉર પ્રીત !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૫

દ્વેષે શું રહેશો અથડાયા ?
હજાર વર્ષતણી જડમાયા પડી હૃદયમાં છે પથરાઈ,
ઉકેલતાં પરદોષ ઉરે તો નિજ અંધાર વધે ધુંધવાઈ,
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૬

લોચનના પડદા દ્યો ખાલી !
ભૂત બધાં ઉર ખાતાં ફોલી તેને પ્રથમ કરો બળહીન ;
સ્વાત્મબળે, ઓ ગુર્જર વીરા ! થવું આપણે છે સ્વાધીન !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૭

રહેવું શુદ્ધ વચન મન કર્મે :
સારા એજ દીઠો સહુ ધર્મે, તો ક્યમ થઈએ પતિત નિદાન ?
પ્રેમ તહિં ધિક્કાર રહે નહિ : ધિક્કારે નહિ પ્રભુનું સ્થાન.
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૮