પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬


એવા શુદ્ધ બનીને આવો !
પછી અડગ તમ પગ ઊઠાવો, હજાર હાથીનું ત્યાં જોર ;
જય કુંકુમનાં પડશે પગલાં ડગલે ડગલે ઠોરે ઠોર :
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૯

ઓ આ થાય બધે અજવાળાં !
ઉઘડ્યાં પુણ્યપ્રભાત રસાળાં ! ઉઘડ્યાં ભાગ્ય ભલેરાં દેશ !
રણશિગાં ફૂંકાય ફરી આ : કર્મવીર ! હઠશો નવ લેશ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૨૦

સ્વપ્ન ફળે જુગજૂનાં સાચે :
દેવ ફિરસ્તા ઉતરી રાચે, પયગમ્બર ને પીર અનેક ;
સગાઈ સ્વર્ગતણી ભૂલેલી દૃઢ બંધાશે ફરી વિશેક !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૨૧

કુંકુમથાળ અનેરી લાવો !
પત્નીઓ, પુત્રીઓ, આવો ! માતાઓ, ભગિનીઓ સર્વ !
અમ પડખે ઊભીને રાખો ગરવી ગુજરાતણનો ગર્વ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત ! ૨૨