પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮


ગુજરાતનો યજ્ઞકુંડ

(પદ)*[૧]

દુઃખમાં શૂરા રે, ઓ ગુજરાતી વીરા !
આવો, પૂરા રે ખમવા દુઃખના ચીરા ! — (ધ્રુવ)
કડકડ ફૂટે ક્રોડ કડાકા, પર્વત ફૂંકે ફાટે ;
ઝળઝળ જ્વાળા વ્યોમ જળાવે : ઊભા રહો દૃઢ વાટે !
દુઃખમાં શૂરા રે ! ૧

નથી પડવું યાહોમ કરીને આજે અંધશૂરાનું ;
નથી અબળને દમવું : આ છે જડચેતનનું લ્હાણું !
દુઃખમાં શૂરા રે ! ૨

સત્યજ પ્રભુના પ્રાણ અમારા, સત્યજ અંગ અમારાં ;
સત્યજ રક્ત વહે અમ નસમાં, સત્યજ વ્રત અમ ન્યારાં :
દુઃખમાં શૂરા રે ! ૩


  1. “ભારતી ભૈયા રે ! શંખ સુણ્યો ન હજી શું ? ”— એ ચ.લ.