પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦


કીર્તિ અમોલી ભારત કેરી આજ અમારે હાથે :
ઓ વીરા ! જગને ઝૂલવવી આ ગરવી ગુજરાતે !
દુઃખમાં શૂરા રે ! ૯

ધર્મક્ષેત્ર એ, કર્મક્ષેત્ર એ, એ રણક્ષેત્ર અનેરૂં !
જય જય કોને ભાગ્ય અદલ એ પુણ્ય જ ભારત કેરૂં ?
દુઃખમાં શૂરા રે, ઓ ગુજરાતી વીરા !
ગાજો પૂરા રે સત્ય પ્રેમરસધીરા ! ૧૦