પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧


દેવીનાં નવચેતન

(ગરબી-સોરઠ )*[૧]

દેવી ! દીસે શાં નવચેતન તારી આંખમાં રે !
તારી આંખમાં રે,
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ (ધ્રુવ)


મોહનની નવબંસી બોલે,
જુગજુગનાં પડળો કંઈ ખોલે ;
અંતર ઝોલે ચઢતાં નવઅભિલાખમાં રે :
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ ૧


  1. કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે,”— એ ચાલ.