પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રસપ્રભુતા

(પદ)*[૧]

ઘુંટડા ભરી ભરી પીઓ કો, રસનાં સરોવરો છલકાય !
રસનાં સરોવરો છલકાય, રસિકનું મન દેખી મલકાય !—
ઘુંટડા ભરી ૦

આભ ભર્યું ઘુમે આનંદે, બોળે ચંચુ નિત્ય;
જડી જડી રસબિંદુ હૃદયમાં, ચમકાવે સહુ ચિત્ત :
અંતર ભરી ભરી સીંચો કો, આત્મા ઊંડી ઝળે ઝળકાય !
ઘુંટડા ભરી ૦

કુંજ કુંજે ફૂલડાં ડોલે, ચૂમે લલિત વસંત,
વનવન પવન વહે રસ ભરતો, લીલા હસે અનંત :
ખોબે ભરી ભરીને લ્યો કે, હૈયે નવું નવું હિંચકાય !—
ઘુંટડા ભરી ૦


  1. ** “મજા દેતે હય ક્યા યાર તેરે બાલ ઘુંઘરવાલે,” — એ ચાલ.