લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩


પ્રગટ નિડર સદ્‌ધર્મ પ્રસરવા,
એકકુટુંબી વસુધા કરવા,
ગરવા ગુણ ઉદ્ધરવા રાજા રાંકમાં રે !
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ પ


દેવી ! એ નવગૌરવ કાજે
હસતાં વહાણાં દ્વાર વિરાજે :
ધસીએ આજે ત્રીસ ક્રોડ તુજ પાંખમાં રે !
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ ૬


નવેજુગમાં નવમોહન બોલે,
રુદ્ર ત્રીજું લોચન કંઈ ખોલે :
ઓ દેવી ! ડોલે બ્રહ્માંડ જરાકમાં રે !
પાછું ઝાંખ માં રે !
દેવી ! ઉભરે શાં નવચેતન તારી આંખમાં રે! ૭.