પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫


ખૂણે ખૂણે ખોજ કરીને,
ઉર ઉત્સાહ ઉમંગ ભરીને,
મરતા પ્રાણે આશ ધરીને
કોણે ઊંચાં કીધાં શીર ?
મસ્તતણી તોડી મસ્તાની,
તનધનની કીધી કુરબાની :
નમ્ર, નિડર, સ્વાધીન, સ્વમાની,
સત્ય જ એ ગુર્જર નરવીર !શું ખાલી ગરજીને સૂતા ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !
શું મેળે જળધોધ ન હૂતા ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !
શું ખાલી ગરજીને સૂતા ?
શું મેળે જળધોધ ન હૂતા ?
શું ભય ભાળી ઉર ભીરૂતા
કદી જણાવે ગુર્જરવીર ?