પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬



પગલે પગલે કંટક ભાગ્યા,
ચરણ રુધિર ઝરતા ભર લાગ્યા,
પથરે પથરે પ્રાણજ જાગ્યા,
પદસ્પર્શે તૂટી જંજીર :
હૈયાંનાં પિંજર સળગાવ્યાં,
ભૂતતણાં ભરણાં મૂકાવ્યાં,
દ્વાર નવાં દસદિશ ઉઘડાવ્યાં,
વંદન છે તેને નરવીર !


શું એકલડા આજ પડ્યા છે ?
ગુર્જરવીર ! ગુર્જરવીર !
એકલડા પણ શુર ઘડ્યા છે :
ગુર્જરવીર ! ગુર્જરવીર !
શું એકલડા આજ પડ્યા છે ?
એકલડાં પણ શૂર ઘડ્યા છે :
ખાંડાની ધારેજ ચઢ્યા છે,
બિરદ બતાવે ગુર્જરવીર !