પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮


દેવીનું ખપ્પર

(લાવણી)

ભર ભર મારૂં ખપ્પર, ભૈયા ! ઓ ભારતના વાસી !
ઘરઘર ભીખું હરનિશ ફરતી, હું જુગજુગની પ્યાસી :
ખપ્પર ભરો ભરો હો ! — (ધ્રુવ)


ક્ષણ ક્ષણ ગણતાં મન શોષાયું, શોષાયું તન ત્રાસી ;
બાર બાર સૈકાથી ભટકું અરે અરે ઉપવાસી :
ખપ્પર ભરો ભરો હો ! ૧


અંજલિ નાખે, ખોબો નાખે, નાખે કો ભર પ્યાલી :
જુગસૂકું તળિયું દે શોષી, ખપ્પર તો રહે ખાલી.
ખપ્પર ભરો ભરો હો ! ૨


ઓ ભૈયા ! જુગના જુગ વીત્યા, હવે નહીં એ ચાલે ;
નદ ઉલટાવો, સિંધુ ભરાવો — છલ છલ ભરો ઉછાળે !
ખપ્પર ભરો ભરો હો ! ૩