પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯


ગાજ વીજ ને મૂશળધારે રેલ રેલ જગ છાતી :
એક ઝાપટે નવ ચોમાસું : વીર ! તૃષા ન છિપાતી;
ખપ્પર ભરો ભરો હો ! ૪


જ્યોતિ જ્યોતિ ઘરઘર જો સળગ્યો, રોતી રોતી શું માગું ?
શિર કાપી ખપ્પરમાં નાખો, કરો કાળજું આઘું !
ખપ્પર ભરો ભરો હો ! પ


એક કેસરીની ત્રાડે તો ભરી દિસે વન વસ્તી ;
એક વીરરસની ભરતીમાં કરુણતણી ક્યાં હસ્તી ?
ખપ્પર ભરો ભરો હો ! ૬


અધઉઘડ્યાં છે દ્વાર પ્રભાનાં : ઓ ભૈયા ! ઝટ આવો !
ખપ્પર મારૂં ભરો વીરત્વે ! પૂર્ણ પ્રભા રેલાવો !
ખપ્પર ભરો ભરો હો ! ૭