પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦


રણહાક

(ગીત)*[૧]

તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો ! —

થનગનતા આંગણ હણહણતા હય મારે ખુંખારા :
ભય હણતી રણહાક પડે ને માત કરે હોંકારા :
દિશદિશ ડગમગ ડોલે,
ભાવિ અનેરૂં ખોલે ;
અવસર વર કર ઝાલો,

અણગણ તારકગણ સમ ગરવા ગુર્જરજન સહુ ચાલો !
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી ! ૧


  1. *કવિવર રવીંદ્રનાથ ઠાકુરના “જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા” એ રાષ્ટ્રગીતની ચાલ.