પૃષ્ઠ:Sandeshika.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧



ગગનથકી અંગાર ઝરે ને અગન અગન દિલ બળતી,
પરમ વીરના પ્રાણતણી ત્યાં જ્યોતિ અધિક ઝળહળતી :
ભર રણને અજવાળે,
અરિજન સર્વ પ્રજાળે;
જીવથકી જશ વહાલો —
નરતનનું ઉરધન ઉદ્ધરવા ગુર્જરજન સહુ ચાલો ! —
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી ! ૨


અમર પિતરનાં સાહસ સ્મરતા સમર ગજાવે શૂરા ;
હિંદુ, પારસી, ખ્રિસ્તિ, મુસલમિન, પ્રૌઢ પ્રતાપી પૂરા :
આપણ સહુ ગુજરાતી,
ગજગજ ખીલે છાતી,
 મારો આભ ઉછાળો :

ગર્જનથી ઘન સમ રણ ભરવા ગુર્જરજન સહુ ચાલો !
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી ! ૩