પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨


તગતગતી અસિધારે હો કે ધગધગતા અંગારા,
આજ વતનની લાજ જતનથી રાખે રાખણહારા :
નહિ તો અહિં શું રહેશે ?
રે પ્રભુ તો શું કહેશે ?—
નહિ, નહિ, ભય શો ઠાલો;

૨ણ રણ તમ જયધ્વજ ફરફરવા ગુર્જરજન સહુ ચાલો !
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી !


મૃત તનનું અમૃત શૂરાતન કોણ રગેરગ ભરશે ?
કોણ વિજયની કીર્તિ સાથે અદલબદલ શિર કરશે ?
જો ભારત જીવે તો
કોણ મરે શિર દેતો ?
ધન્ય બની જગ મ્હાલો ;


તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો !
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી !