પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩


માનવહૃદય

(ખંડ હરિગીત)

કંઈ કળા કિરતારની
જોઈ મેં આ સૃષ્ટિમાં,
પૃથ્વી પેલે પારની
પણ કલ્પનાની દષ્ટિમાં.


રંગ દીઠા નવનવા.
ભવ્યતા, સાંદર્યના ;
ને ડૂબ્યો દિલ ઠારવા
એ સાગરે આશ્ચર્યના.


પારદર્શક જાળી આ
ગૂંથી જે અંધારની,
ને જગતશિર વાળી આ
મૂકી મહાવિસ્તારની ;