પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪


સૂર્ય ને ચંદાતણાં
તેજરત્નો ત્યાં સરે,
તારલા કંઈ અણગણ્યા
ઝૂલાઈને કીડા કરે;


ને રહ્યું અમીતેજનું
ઝરણ પેલી પાર જે,
નવનવા બિંદુઅણુ
તેના ઝીલે અંધાર એ :


ગુપ્ત એ રચના ભણું
તેજ ને અંધારની;
હર્ષથી સમજી ગણું
અદ્ભુત કળા કિરતારની.

પૃથ્વીમાં રચના વળી
ભવ્ય મેં દીઠી ઘણી;
મૂર્ત્તિ અનુપમ જ્યાં મળી
પ્હાડો અને ખીણોતણી.