પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭


શું બોલું

(પદ)[૧]

શું બોલું, રે મૈયા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ? (ધ્રુવ)


સાતે સાગર તરીને આવ્યો છે જે જોદ્ધો,
કાંઠે ડૂબે તે અહિંયાં શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?


ઇંદ્રધનુષ્ય પાંખો ખોલે ન ખોલે.
ઉડે સૌંદર્ય તહિંં, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?


સંધ્યાની કીકી જરા પલકે ન પલકે,
મીંચે અંધાર જઈ આ, શું બોલું ?
મારે કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?


  1. *“ક્યા માગું રે મેં ક્યા માગું, એસી ટૂંકીસી જીંદગીમે ક્યા માગું ? —એ ચાલ.