પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮


તાપે તૃષાતુર આવી હંસી તળાવે,
નીર રહ્યાં ત્યાં નહિ, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?


જુગતી પંખીની જોડી બેઠી જઈ ડાળે,
તૂટી ડાળી તે ગઈ, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?


ભડકે ઉગાડ્યાં ફૂલો, ફૂલમાં છે તણખા ;
શોધું સુગંધ કહિં આ, શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?


સૌંદર્ય ને આશાના પલકા છે અધુરા :
જીવનના રંગ કંઈ આ : શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?