પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯


હૈયાના ઘાવ

(રાગ માઢ)

જગહૈયાં ખોલી ખોલી જુઓ,
હૈયે હૈયે ઘાવ.
કંઈ હૈયે હૈયે ઘાવ,
ઊંડા હૈયે હૈયે ઘાવ રે. — જગહૈયાં૦ (ધ્રુવ)


વાદળ વાદળ વીજળી ચીરે,
નીરે ભરાય તળાવ ;
હૈયે હૈયે ઘાવ ઝરે તેમાં
તરતું જીવનનું નાવ રે. — જગહૈયાં૦


ઉન્નત, અડગ હિમાચલ જેવાં
દીસે સાધુ-ઉર શાંત ;
ઊંડી ઊંડી એ થકી પણ વહેતી
કંઈ કંઈ ગંગા એકાંત રે — જગહૈયાં૦