પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦


ચંદ્રે ચંદ્રે હોય કલંક, ને
સૂર્ય સૂર્યે ડાઘ ;
હૈયે હૈયે ઘાવ છતાં દીપે
પુણ્યનાં તેજ અથાગ રે. — જગહૈયાં૦


ચાર આંગળનું હૈયું છે તેમાં
કોટિક કોટિક ભાવ :
કેમ સમાત એ ટૂંકા જગતમાં
હોત ન હૈયે ઘાવ રે ? — જગહૈયાં૦


ગંગા યમુનાના ધેાધ સૂકાશે,
સૂકાશે સાગરનાં નીર;
ઊંડા આકાશનાં તેજ સૂકાશે,
ન સૂકાય હૈયે વાગ્યાં તીર રે. — જગહૈયાં૦


દહાડે દહાડે અજવાળાંનાં અમૃત ને
અંધારી અંધારી રાત :
ઊંડા, અબોલ હૈયાના ઘાવની
ખોલે અનેરી કો વાત રે ? — જગહૈયાં૦