પૃષ્ઠ:Sandeshika.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧


થાક્યા થાક્યા છે આલમના આત્મા ને
થાકી છે દુનિયાની દેહ ;
કોણ કળે આ શૂન્ય જગતમાં
ભાગ્યા હૈયાના સ્નેહ રે ? — જગહૈયાં૦


ઊંચા આકાશથી પુણ્યરૂપ ઝરતાં
સ્વર્ગગંગાનાં નેવ;
ઘાવે ઘાવે હસે પ્રભુની પ્રતિમા ને
બનતા માનવના દેવ રે ! — જગહૈયાં૦


પાપના ભાર ઉતારજો, સ્વામી !
પુણ્યના રસ છલકાવ !
એ રસલીલાના જોગ જોગવવા
હો હૈયે હૈયે ઘાવ રે ! — જગહૈયાં૦