પૃષ્ઠ:Sandeshika.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જોગીડા

(ગરબી)*[૧]

જૂના જૂના તે અમે જોગીડા,
ને જૂની જૂની અમારી જાત રે,
જોગીડા જૂના જૂના રે:

જનમ્યા જગતને કોતરે,
ને ભમિયે અંધારી રાત રે,
જોગીડા જૂના જૂના રે.

જુના સૂરજ, જૂના ચાંદલા,
ને આ જૂનાં છે ફરતાં આકાશ રે;
જોગીડા જૂના જૂના રે;

ભર્યાં જગતને આંગણે
અમ શોધ્યા મળે નહિ વાસ રે;
જોગીડા જૂના જૂના રે.


  1. * “આશાભર્યાં તે અમે આવિયાં, રે મારો વ્હાલો રમાડશે રાસ રે, આવેલ આશાભર્યાં રે” — એ ચાલ.